ઓક્ટોબર 21, 2025 1:37 પી એમ(PM)

printer

જાપાનના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી તરીકે તકાઈચી સાનેને ચૂંટાયાં; પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા

જાપાનમાં તકાઈચી સાનેન પ્રથમ મહિલા પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયાં છે. તેઓ જાપાન ઇનોવેશન પાર્ટી (જેઆઈપી) સાથે નવી ગઠબંધન સરકાર બનાવશે. સમ્રાટ દ્વારા નિયુક્ત થયા બાદ તેઓ આજે સાંજે ઔપચારિક રીતે પદ સંભાળશે, ત્યારબાદ તેમની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાઈ આવવા બદલ તકાઈચી સાનેનને અભિનંદન પાઠવ્યા છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે તેઓ ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે તેમની સાથે નજીકથી કામ કરવા આતુર છે. તેમણે કહ્યું કે, બંને રાષ્ટ્રો વચ્ચેના ગાઢ સંબંધો સમગ્ર ઈન્ડો-પેસિફિક અને તેનાથી આગળ શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે.