જાન્યુઆરી મહિનામાં પ્રથમ વાર યુપીઆઈ વ્યવહારો 16.99 અબજને વટાવી ગયા, જેનું કુલ મૂલ્ય 23 લાખ 48 હજાર કરોડ રૂપિયા છે. કોઈપણ મહિનામાં નોંધાયેલાં યુપીઆઇ વ્યવહારોમાં આ સૌથી વધુ સંખ્યા છે. જાન્યુઆરી સુધીમાં, UPI પર 80 થી વધુ UPI એપ્સ અને 641 બેંકો અસ્તિત્વ ધરાવે છે. તાજેતરના સરકારી ડેટા અનુસાર નાણાકીય વર્ષ 2023-24માં ડિજિટલ ચૂકવણીમાં નોંધપાત્ર વધારો થયો છે. નાણાકીય વર્ષ 2023-24 માટે કુલ વ્યવહારની સંખ્યા 131 અબજ અને તેનું મૂલ્ય 200 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું હતું, યુપીઆઈ ભારતના ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમનો આધારસ્તંભ છે, જે દેશભરમાં રિટેલ ચુકવણીના 80 ટકામાં ફાળો આપે છે.
Site Admin | ફેબ્રુવારી 28, 2025 2:05 પી એમ(PM)
જાન્યુઆરી મહિનામાં પ્રથમ વાર યુપીઆઈ વ્યવહારો 16.99 અબજને વટાવી ગયા, જેનું કુલ મૂલ્ય 23 લાખ 48 હજાર કરોડ રૂપિયા છે