જાન્યુઆરીમાં છૂટક ફુગાવો ઘટીને 4.31 થયો, જે પાંચ મહિનામાં સૌથી નીચલા સ્તરે છે. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થવાને કારણે છૂટક ફુગાવામાં આ ઘટાડો નોંધાયો હતો. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, શહેરી વિસ્તારોમાં ફુગાવો 3.87 ટકા હતો, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં તે 4.64 ટકા હતો.જાન્યુઆરીમાં માલ અને સેવાઓ અને ખાદ્ય ફુગાવામાં ઘટાડો મુખ્યત્વે શાકભાજી, ઈંડા, કઠોળ અને અનાજ અને તેના ઉત્પાદનો, કપડાં અને શિક્ષણ અને આરોગ્ય સેવાઓના ભાવમાં ઘટાડાને કારણે થયો હતો.
Site Admin | ફેબ્રુવારી 13, 2025 9:03 એ એમ (AM) | જાન્યુઆરીમાં છૂટક ફુગાવો
જાન્યુઆરીમાં છૂટક ફુગાવો ઘટીને 4.31 થયો, જે પાંચ મહિનામાં સૌથી નીચલા સ્તરે છે.
