કેન્દ્રીય મંત્રી મંડળે જાતીગત વસ્તી ગણતરી કરાવવાનો નિર્ણય કર્યો છે.ત્યારે કેબિનેટના આ નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભોપાલમાં મીડિયાને જણાવ્યું હતું કે, જાતિગત વસ્તી ગણતરી સંપૂર્ણ પારદર્શિતા સાથે હાથ ધરવામાં આવશે.લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો.બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે, આ એક સકારાત્મક પહેલ છે. જાતિગત વસ્તી ગણતરી વિવિધ વર્ગોની સાચી સંખ્યા જાહેર કરશે અને તેના પરિણામો વિકાસ યોજનાઓના નિર્માણ અને તેમના ઉત્થાનમાં મદદ કરશે. શ્રી નીતિશ કુમારે આ નિર્ણય બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો.
Site Admin | મે 1, 2025 9:16 એ એમ (AM)
જાતિગત ગણતરી કરાવવાના કેન્દ્રીય મંત્રી મંડળના નિર્ણયને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિતના રાજકીય અગ્રણીઓએ આવકાર્યો