જાણીતી ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણે વિદ્યાર્થીઓને નિષ્ફળતાના ડરની ચિંતા કર્યા વિના તેમની શક્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી. પાદુકોણ “પરીક્ષા પે ચર્ચા – 2025” ના બીજા ભાગ દરમિયાન માનસિક સ્વાસ્થય અને સુખાકારી વિષે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓએ સ્પષ્ટતા અને દૃઢતા સાથે પડકારોનો સામનો કરવો જોઈએ અને જો તેઓ કોઈ ભૂલ કરે તો ગભરાવું જોઈએ નહીં.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિદ્યાર્થીઓ સાથેના વાર્તાલાપનો ઉલ્લેખ કરતા, ફિલ્મ અભિનેત્રીએ કહ્યું કે વિદ્યાર્થીઓએ તેમની લાગણીઓ વ્યક્ત કરવી જોઈએ અને તેમને ક્યારેય દબાવવી જોઈએ નહીં. તેમણે વિદ્યાર્થીઓને જરૂર પડે તો પરિવાર અને મિત્રો સાથે ખુલીને વાત કરવા વિનંતી કરી.પાદુકોણે કહ્યું કે સારી ઊંઘ લેવી, પૂરતો સૂર્યપ્રકાશ મેળવવો અને જો કોઈ તણાવ અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યું હોય તો હંમેશા મદદ માટે સંપર્ક કરવો મહત્વપૂર્ણ છે.પાદુકોણે કહ્યું કે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓને કલંક ન ગણવી જોઈએ અને આવી કોઈપણ સમસ્યાનો સામનો કરી રહેલા લોકોએ હંમેશા તેમની લાગણીઓ વ્યક્ત કરવી જોઈએ.પાદુકોણેએ માતાપિતાને વિનંતી કરી કે તેઓ પરીક્ષા દરમિયાન તેમના બાળકો પર વધુ પડતું દબાણ ન કરે. તેમણે ભાર મૂક્યો કે બાળકની ક્ષમતા પરંપરાગત શિક્ષણ સિવાયના ક્ષેત્રોમાં પણ રહેલી હોઈ શકે છે.પાદુકોણે કહ્યું કે તણાવ અનુભવવો સ્વાભાવિક છે ,વિદ્યાર્થીઓએ એ સ્થિતિમાં કેવી રીતે શાંત રહેવું તે શીખવું જોઈએ. (BYTE-DEEPIKA-MENTAL-HEALTH)
Site Admin | ફેબ્રુવારી 12, 2025 2:08 પી એમ(PM) | ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ
જાણીતી ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણે વિદ્યાર્થીઓને નિષ્ફળતાના ડરની ચિંતા કર્યા વિના તેમની શક્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી
