ડિસેમ્બર 11, 2025 10:17 એ એમ (AM)

printer

જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીએ પોલીસ કોન્સ્ટેબલ ઉપર હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે ગોળી મારી

રાજકોટના જસદણના આટકોટમાં એક બાળકી પર ક્રુરતા સાથે દુષ્કર્મ આચરનારા આરોપીએ પોલીસ ઉપર ઘાતકી હુમલો કરતાં તેને પોલીસે ગોળી મારી હતી. આરોપીને અદાલતમાં રજૂ કરાયા બાદ તેણે જાપ્તાના કોન્સ્ટેબલ પર ઘાતકી હુમલો કરીને ભાગવાની પ્રયાસ કરી હોવાનું રાજકોટના જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે કહ્યુ હતું.