જળ સંપત્તિ અને પાણી પૂરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે ખેત-તલાવડીમાં જીઓમેમ્બ્રેન લગાવવા ખેડૂતો માટે ઑનલાઈન ડ્રૉ કર્યો. તેનાથી 13 જિલ્લાના 40 તાલુકાના 185 જેટલા ખેડૂતને લાભ મળશે. આ અંગે શ્રી પટેલે કહ્યું, વરસાદનું પાણી વેડફાઈ ન જાય અને તેનો સંપૂર્ણ ઉપયોગ સિંચાઈની સુવિધા માટે ખેડૂતો કરી શકે તે હેતુથી સરકાર ખેત-તલાવડીમાં જીઓમેમ્બ્રેન લગાવી આપે છે.
ઉલ્લેખનીય છેકે, વિવિધ જિલ્લામાંથી ખેડૂતોને આ યોજનાનો લાભ આપવા 10 ઑક્ટોબર સુધી ઑનલાઈન અરજી મગાવાઈ હતી. તેમાં 231 અરજી મળતાં તેની ચકાસણી કર્યા બાદ 185 અરજી મંજૂર કરવામાં આવી છે.
Site Admin | ડિસેમ્બર 24, 2025 2:50 પી એમ(PM)
જળ સંપત્તિ અને પાણી પૂરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે ખેત-તલાવડીમાં જીઓમેમ્બ્રેન લગાવવા ખેડૂતો માટે ઑનલાઈન ડ્રૉ કર્યો.