ડિસેમ્બર 4, 2025 1:51 પી એમ(PM)

printer

જળ જીવન મિશન હેઠળ દેશમાં 15 કરોડથી વધુ ઘરોને નળના પાણીના જોડાણ પૂરા પડાયા

સરકારે કહ્યું છે કે જળ જીવન મિશન હેઠળ 15 કરોડથી વધુ ઘરોને નળના પાણીના જોડાણ પૂરા પાડવામાં આવ્યા છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા, જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, ચાર કરોડ વધુ ઘરોને સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવાનું કામ ચાલી રહ્યું છે.
મંત્રીએ ઉમેર્યું કે કેન્દ્ર સરકાર હિમાલય અને ઉત્તર-પૂર્વીય રાજ્યોને કેન્દ્ર સરકાર દ્વારા ફાળવાતા ભંડોળના 90 ટકા પૂરા પાડે છે.