જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું કે ગુજરાતમાં જળસંચયને પ્રોત્સાહન આપવા ૫૦ લાખ હેક્ટર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ હેઠળ આવરી લેવાશે. જળસંચય અંગેના બિન સરકારી સંકલ્પની ચર્ચામાં સહભાગી થતાશ્રી બાવળીયાએ જણાવ્યું કે સૂક્ષ્મ સિંચાઈથી પાણીનો કરકસરયુક્ત ઉપયોગ થશે અને જળસંચયના લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવામાં વેગ મળશે. શ્રી બાવળીયાએ જણાવ્યું કે રાજ્યની પ્રજાએ વરસાદી પાણીના સંગ્રહ અને ઉપયોગથી ‘જળ એ જ જીવન’ના સૂત્રને સાચા અર્થમાં ચરીતાર્થ કર્યું.
Site Admin | માર્ચ 6, 2025 7:29 પી એમ(PM)
જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું કે ગુજરાતમાં જળસંચયને પ્રોત્સાહન આપવા ૫૦ લાખ હેક્ટર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ હેઠળ આવરી લેવાશે.