ગાંધીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેએત્સે વચ્ચે ઉચ્ચસ્તરીય બેઠક બાદ, ભારત અને જર્મનીએ સંરક્ષણ, વેપાર અને ટેકનોલોજી સહિત અનેક પહેલોની જાહેરાત કરી હતી.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે બંને દેશ વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે પ્રતિબદ્ધ છે. તેમણે આતંકવાદ સામેની લડાઇમાં એક સાથે હોવાની વાત પર ભાર મૂક્યો હતો.
બંને નેતાઓએ ગ્રીન ટેકનોલોજી, નવીનતા અને આબોહવા કાર્યવાહીમાં સહયોગ વધારવા માટે ભારત-જર્મની સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપિત કરવાના નિર્ણયની પણ જાહેરાત કરી.
જર્મન ચાન્સેલર મેએત્સેએ કહ્યું જર્મની ભારતને તેની સંરક્ષણ નિર્ભરતાને વૈવિધ્યીકરણ કરવામાં મદદ કરશે.
Site Admin | જાન્યુઆરી 12, 2026 8:18 પી એમ(PM)
જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેએત્સે કહ્યું જર્મની, ભારતને તેની સંરક્ષણ નિર્ભરતાને વૈવિધ્યકરણ કરવામાં મદદ કરશે.