ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 23, 2024 7:28 પી એમ(PM) | જર્મન ચાન્સેલર

printer

જર્મન ચાન્સેલર ઑલાફ શૉલ્જ આવતીકાલથી ત્રણ દિવસ ભારતના પ્રવાસે આવશે

જર્મન ચાન્સેલર ઑલાફ શૉલ્જ આવતીકાલથી ત્રણ દિવસ ભારતના પ્રવાસે આવશે. તેઓ આ શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સાતમા આંતર-સરકારી પરામર્શ સમૂહની IGCની સહ-અધ્યક્ષતા કરશે. IGC એ સરકારી વ્યવસ્થા છે, જેની હેઠળ બંને પક્ષના મંત્રી પોતપોતાની જવાબદારીવાળા ક્ષેત્રો પર ચર્ચા કરીને તેના નિષ્કર્ષનો અહેવાલ પ્રધાનમંત્રી અને ચાન્સેલરને સુપરત કરે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચાન્સેલર શૉલ્જ સલામતી સહયો, આર્થિક સહયોગ, સતત વિકાસ ભાગીદારી અને વ્યૂહાત્મક ટેક્નૉલોજીના ક્ષેત્રમાં સહયોગ વધારવા પર દ્વિપક્ષીય સંવાદ કરશે. બંને નેતા જર્મનીના વેપારના 18મા એશિયા પ્રશાંત સંમેલનને પણ સંબોધિત કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ