જર્મની ખાતે વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં, ભારતની વૈષ્ણવી અદકરે મહિલા ટેનિસ સિંગલ્સ ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે. આ ઇવેન્ટમાં ચંદ્રક જીતનાર પ્રથમ અને સ્પર્ધામાં કોઈપણ રમતમાં ચંદ્રક જીતનાર બીજા ભારતીય મહિલા બન્યા છે.
21 વર્ષીય વૈષ્ણવીનો સેમિફાઇનલમાં સ્લોવાકિયાની એસ્ટર મેરી સામે પરાજય થયો હતો. આ રમતમાં પહેલીવાર ભારતીય ખેલાડી નંદન બાલએ વર્ષ 1979માં મેક્સિકોમાં ટેનિસમાં પુરુષ સિંગલ્સમાં રજત ચંદ્રક જીત્યો હતો.
Site Admin | જુલાઇ 25, 2025 1:57 પી એમ(PM)
જર્મની ખાતે વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં, ભારતની વૈષ્ણવી અદકરે મહિલા ટેનિસ સિંગલ્સમાં કાંસ્ય ચંદ્રક જીત્યો
