જર્મનીમાં રમાઈ રહેલી વર્લ્ડ યુનિવર્સિટી ગૅમ્સમાં તલવારબાજીની રમત ફૅન્સિંગ માટે રાજ્યના ત્રણ ખેલાડીની પસંદગી થઈ છે. તેમાંથી એક ખેલાડી ખુશી સમેજા બનાસકાંઠાનાં કુવાળા ગામનાં છે. અમારા પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે, ખુશી સમેજાએ ફૅન્સિંગની શરૂઆત પોતાની શાળાથી કરી હતી. તેમણે પ્રારંભિક તાલીમ ડીસાની D.N.J. આદર્શ હાઈસ્કૂલમાં વ્યાયામના શિક્ષક અને તેમનાં પિતા પાસેથી મેળવી છે.
દર બે વર્ષે યોજાતી આ રમત 23 વિવિધ સ્થળોએ રમાય છે. તેમાં ફેન્સિંગ સહિત કુલ 27 રમતનો સમાવેશ કરાયો છે. આગામી 27 જુલાઇ સુધી રમાનારી વર્લ્ડ યુનિવર્સિટી ગૅમ્સમાં આ વખતે બનાસકાંઠા, સહિત અમદાવાદ અને પાટણના એક ખેલાડીનો પણ સમાવેશ કરાયો છે.
Site Admin | જુલાઇ 18, 2025 6:53 પી એમ(PM)
જર્મનીમાં રમાઈ રહેલી વર્લ્ડ યુનિવર્સિટી ગૅમ્સમાં ફૅન્સિંગ રમતમાં બનાસકાંઠાનાં ખુશી સમેજાની પસંદગી થઈ