જર્મનીમાં મ્યુનિક સુરક્ષા પરિષદ દરમિયાન વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે તેમના યુક્રેનિયન સમકક્ષ એન્ડ્રી સિબિહા સાથે વાતચિત કરી હતી. બંને નેતાઓએ યુક્રેન સંઘર્ષના ઉકેલ માટે ચાલી રહેલા પ્રયાસો પર ચર્ચા કરી હતી. તેમણે ભારત-યુક્રેન દ્વિપક્ષીય સહયોગને વધુ આગળ વધારવા પર પણ વાત કરી હતી.
ડૉ. જયશંકરે જર્મનીના સંરક્ષણ મંત્રી બોરિસ પિસ્ટોરિયસને પણ મળ્યા. તેમની વાતચીત દ્વિપક્ષીય સહયોગ અને યુક્રેન વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી. 61મી મ્યુનિક સુરક્ષા પરિષદ (MSC) ગઈકાલે જર્મનીના મ્યુનિક ખાતે શરૂ થઈ હતી, જેમાં વૈશ્વિક સુરક્ષા પડકારોની ચર્ચા કરવા માટે નીતિ નિર્માતાઓ અને નિષ્ણાતો એકત્રિત થાય છે.
Site Admin | ફેબ્રુવારી 15, 2025 2:57 પી એમ(PM)
જર્મનીમાં મ્યુનિક સુરક્ષા પરિષદ દરમિયાન વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે તેમના યુક્રેનિયન સમકક્ષ એન્ડ્રી સિબિહા સાથે વાતચિત કરી હતી
