જર્મનીમાં ચાલી રહેલી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં, ભારતે ગઈકાલે એક સુવર્ણ અને બે રજત ચંદ્રક જીત્યા છે.તીરંદાજીમાં સાહિલ જાધવે કમ્પાઉન્ડ પુરુષોની વ્યક્તિગત ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો, જ્યારે પ્રણીત કૌરે મહિલા વ્યક્તિગત ઇવેન્ટમાં રજત ચંદ્રક જીત્યો.બીજી તરફ, પુરુષોની ટ્રિપલ જમ્પમાં, પ્રવીણ ચિત્રાવલે 16.66 મીટરના કૂદકા સાથે રજત ચંદ્રક જીત્યો.આ સાથે, ભારત બે સુવર્ણ , બે રજત અને એક કાંસ્ય સહિત પાંચ ચંદ્રક સાથે બીજા સ્થાને છે.
સાહિલે બ્રિટિશ તીરંદાજ અજય સ્કોટને 149-148 થી હરાવ્યો.જ્યારે પ્રણીત ફાઇનલમાં કોરિયાની મૂન યુન સામે 146-147 થી હારી જતાં તેને રજત ચંદ્રક થી સંતોષ માનવો પડ્યો
Site Admin | જુલાઇ 27, 2025 8:55 એ એમ (AM)
જર્મનીમાં ચાલી રહેલી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં, ભારતે ગઈકાલે એક સુવર્ણ અને બે રજત ચંદ્રક જીત્યા
