જુલાઇ 15, 2025 6:17 પી એમ(PM)

printer

જર્મનીમાં આવતી કાલથી શરૂ થઈ રહેલી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતની ટેબલ ટેનિસ ટીમમાં સુરતનાં બે ખેલાડીનો સમાવેશ

જર્મનીના રૂહ્ર ખાતે આવતીકાલથી શરૂ થઈ રહેલી FISU વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતની ટેબલ ટેનિસ ટીમમાં ગુજરાતના બે ખેલાડીને સામેલ કરવામાં આવ્યા છે. બંને ખેલાડીઓ સુરતનાં છે. 23 વર્ષીય અયાઝ ટેબલ ટેનિસ ટીમની આગેવાની લેશે,  જ્યારે 20 વર્ષીય દેવર્ષ વાઘેલા પણ આ ટીમમાં રમશે.  ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશના પ્રમુખ પ્રમોદ ચૌધરીએ ભારતીય ટીમમાં બે ગુજરાતી ખેલાડીની પસંદગી અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. દરમિયાન, આ જ સ્પર્ધામાં બેડમિન્ટન માટે ભારતીય મહિલા ટીમનાં કેપ્ટન તરીકે મહેસાણાની તસ્મિન મીરની પસંદગી કરવામાં આવી છે.