જર્મનીમાં આજથી શરૂ થનારી વર્લ્ડ યુનિવર્સિટી ગૅમ્સમાં ભારતની ટૅબલ ટૅનિસ ટીમમાં રાજ્યના બે ખેલાડીનો સમાવેશ કરાયો છે. મળતી માહિતી મુજબ, જર્મનીના રૂહર શહેરમાં યોજાનારી આ રમત આગામી 27 જુલાઈ સુધી ચાલશે. ત્યારે ભારતીય ટીમમાં સામેલ રાજ્યના 23 વર્ષના અયાઝ મુરાદ અને 20 વર્ષના દેવર્ષ વાઘેલા બંને સુરતના છે.બંને ખેલાડી સુરતમાં રાજ્ય રમતગમત સત્તામંડળ તાપ્તિ વૅલી હાઈ પરફૉર્મેન્સ ટૅબલટૅનિસ કેન્દ્ર ખાતે ગત બે વર્ષથી તાલીમ લઈ રહ્યા છે. ભારતીય ટીમ સિંગલ્સ, મૅન્સ, ડબલ્સ, મિક્સ્ડ ડબલ્સ અને ટીમ ઇવેન્ટમાં ભાગ લેશે.
Site Admin | જુલાઇ 16, 2025 10:33 એ એમ (AM)
જર્મનીમાં આજથી શરૂ થનારી વર્લ્ડ યુનિવર્સિટી ગૅમ્સમાં ભારતની ટૅબલ ટેનિસ ટીમમાં રાજ્યના 2 ખેલાડીનો સમાવેશ