ડિસેમ્બર 18, 2025 9:41 એ એમ (AM)

printer

જયપુર ખાતે રમાતી સંતોષ ટ્રોફીમાં ગુજરાતની ટીમે મહારાષ્ટ્રને 3-0 થી પરાજય આપ્યો

જયપુર ખાતેના વિદ્યાધરનગર સ્ટેડિયમમાં રમાતી સંતોષ ટ્રોફીમાં ગુજરાતની ટીમે પોતાની પ્રથમ મેચમાં મહારાષ્ટ્રને 3-0 થી પરાજય આપ્યો હતો. આ વિજય સાથે ગુજરાતે ૩ પોઈન્ટ્સ મેળવી લીધા છે. ગુજરાતની ટીમ હવે 19મી ડિસેમ્બરે રાજસ્થાન સાથે અને 21 ડિસેમ્બરે દાદરા નગર હવેલી અને દમણ અને દીવ સાથે મેચ રમશે. જે ટીમ ગ્રુપમાં ટોપ કરશે તે આગામી જાન્યુઆરીમાં આસામમા ફાઈનલ રાઉન્ડમાં રમવા જશે.