જયપુર અજમેર ધોરીમાર્ગ પર થયેલા ગેસ ટેન્કર અકસ્માતમાં મૃત્યુઆંક 14 થયો છે. 27 ઇજાગ્રસ્તોને SMS હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. છ ઇજાગ્રસ્તો વેન્ટિલેટર પર છે જ્યારે કેટલાકની
હાલત નાજુક છે. જયપુર જિલ્લા કલેક્ટર જીતેન્દ્રકુમાર સોનીએ ઘટનાની તપાસ માટે સંયુક્ત તપાસ સમિતિની રચના કરી છે.
ટેન્કર અકસ્માત ગઈકાલે સવારે જયપુર-અજમેર હાઈવે પર ભાંકરોટા વિસ્તારમાં થયો હતો જ્યારે એલપીજી ટેન્કરમાં વિસ્ફોટ થતાં 40 વાહનો બળી ગયા હતા. હાઈવેની બાજુમાં આવેલી એક પાઈપ ફેક્ટરી
પણ બળીને ખાખ થઈ ગઈ હતી.