રાજસ્થાનના જયપુરમાં એસએમએસ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની તપાસ માટે છ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. કમિશનર મેડિકલ એજ્યુકેશનની અધ્યક્ષતામાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ જયપુરની એસએમએસ હોસ્પિટલમાં આગમાં ઘાયલ થયેલા લોકોને યોગ્ય સારવાર અને સંભાળની ખાતરી આપી હતી.
એસએમએસ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ તેમણે એક પોસ્ટ શેર કરી. તેમણે કહ્યું કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સીએમ શર્માએ કહ્યું કે રાજ્ય સરકાર દરેક શક્ય રાહત પૂરી પાડવા માટે અસરગ્રસ્ત પરિવારોની સાથે છે. સવાઈ માન સિંહ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરના ઇન્ટેન્સિવ કેર યુનિટમાં ભીષણ આગ ફાટી નીકળતાં છ લોકોના મોત થયા છે.
ટ્રોમા સેન્ટરના ઇન્ચાર્જ ડો. અનુરાગ ધાકડે જણાવ્યું હતું કે આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી અને ઝડપથી ફેલાઈ હતી, ચોવીસ દર્દીઓને તાત્કાલિક ટ્રોલી પર અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.
આ દુર્ઘટના અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે પી નડ્ડાએ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ હતું અને શોક સંતપ્ત પરિવારોને સંવેદના પાઠવી હતી.
Site Admin | ઓક્ટોબર 6, 2025 1:27 પી એમ(PM)
જયપુરમાં હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની તપાસ માટે છ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી