સપ્ટેમ્બર 29, 2024 1:55 પી એમ(PM) | ચૂંટણી

printer

જમ્મૂ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે ચૂંટણી પ્રચારના પડઘમ આજે શાંત થશે.

જમ્મૂ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે ચૂંટણી પ્રચારના પડઘમ આજે શાંત થશે.આ તબક્કામાં 40 બેઠકો પર મતદાન મંગળવારે મતદાન થવા જઈ રહ્યું છે. 40માંથી 16 બેઠકો કાશ્મીરની જ્યારે કે 24 બેઠકો જમ્મૂની છે.
આપને જણાવી દઈએ કે જમ્મૂ કાશ્મીરમાં ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ છે. પહેલી તબક્કામાં 61 ટકા જ્યારે બીજા તબક્કામાં 56 ટકા મતદાન નોંધાયું હતું.મતગણતરી 8 ઑક્ટોબરના રોજ હાથ ધરાશે.