જમ્મૂ કાશ્મીરના ગંદેરબલ જિલ્લાના ગગનીર વિસ્તારમાં આંતકવાદીઓએ ખાનગી કંપનીની મજૂર શિબિરને નિશાન બનાવી હુમલો કરતા 6 મજૂરોના મોત થયા છે, જ્યારે ચારને ગંભીર રીતે ઇજા થઈ હતી.
ઇજાગ્રસ્તોને નજીકની સરકારી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા લોકોને શ્રીનગર શહેરની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ખાનગી કંપનીના આ શ્રમિકો શ્રીનગર-સોનમર્ગ નજીક ગગનીર વિસ્તારથી સોનમર્ગ ટૂરિસ્ટ રિસોર્ટ સુધી ટનલ બનાવવાનું કામ કરી રહ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે આ આતંકી હુમલાને ઘૃણાસ્પદ કૃત્ય ગણાવ્યું હતું.
દરમિયાન બારામુલ્લા જિલ્લાના ઉરી વિસ્તારમાં નિયંત્રણ રેખા નજીક સુરક્ષા દળો સાથેની અથડામણમાં સશસ્ત્ર આતંકવાદીને ઠાર કારાયો હતો. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું કે ઘુસણખોરી વિરોધી અભિયાન દરમિયાન પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટુકડીએ શંકાસ્પદ હિલચાલને જોતા આતંકવાદીઓને પડકાર્યા હતા.
જોકે આતંકવાદીઓએ સામેથી અંધાધૂંધ ગોળીબાર કરતા જવાબી કાર્યવાહી એક આતંકી ઠાર મરાયો હતો. આ આતંકવાદી પાસેથી એક રાઇફલ, બે એકે મેગેઝિન, બે પિસ્ટોલ સહિતના વિસ્ફોટકો મળી આવ્યા હતા
Site Admin | ઓક્ટોબર 21, 2024 2:10 પી એમ(PM)
જમ્મૂ કાશ્મીરના ગંદેરબલ જિલ્લાના ગગનીર વિસ્તારમાં આંતકવાદીઓએ ખાનગી કંપનીની મજૂર શિબિરને નિશાન બનાવી હુમલો કરતા 6 મજૂરોના મોત થયા છે
