ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 28, 2024 7:54 પી એમ(PM)

printer

જમ્મૂ કાશ્મીરના અખનૂરના બટ્ટલ ગામે લશ્કરી એમ્બ્યૂલન્સ પર હુમલા માટે જવાબદાર આતંકી જૂથ અને સુરક્ષા દળો સાથેના ઘર્ષણમાં એક આતંકી ઠાર મરાયો છે

જમ્મૂ કાશ્મીરના અખનૂરના બટ્ટલ ગામે લશ્કરી એમ્બ્યૂલન્સ પર હુમલા માટે જવાબદાર આતંકી જૂથ અને સુરક્ષા દળો સાથેના ઘર્ષણમાં એક આતંકી ઠાર મરાયો છે. આકશવાણી જમ્મૂના અમારા સંવાદદાતા જણાવે છે કે મૃત આતંકવાદી પાસેથી મોટા પ્રમાણમાં વિસ્ફોટકો અને હથિયારો મળી આવ્યા છે. વધુ કેટલાક આતંકવાદીઓની શોધખોળ ચાલું છે.

સવારે છ વાગ્યાની આસપાસ કેટલાક આતંકવાદીઓએ લશ્કરની એમ્બ્યુલન્સને નિશાન બનાવી ગોળીબાર કર્યો હતો, જે બાદ જવાબી કાર્યવાહીમાં આ ઘર્ષણ સર્જાયું હતું. સૈન્ય દ્વારા તપાસ અભિયાન દરમિયાન એક હેલિકોપ્ટર પણ તૈનાત કરાયું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.