જમ્મુ કાશ્મીર વિધાન સભા ચૂંટણી માટે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું

જમ્મુ કાશ્મીર વિધાન સભા ચૂંટણી માટે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. 40 વિધાનસભા બેઠકો માટે ત્રીજા અને અંતિમ તબક્કામાં 69.65 ટકા મતદાન નોંધાયું છે. જેમાં ઉધમપુર જિલ્લામાં સૌથી વધુ 76 ટકા મતદાન નોંધાયું છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે વિધાનસભાની આ ચૂંટણી આવનારા વર્ષો સુધી પ્રદેશની લોકશાહી ભાવનાને પ્રેરિત કરતી રહેશે. તેમણે આ ચૂંટણી પ્રક્રિયા જમ્મુ અને કાશ્મીરના લોકોને લોકતાંત્રિક પ્રક્રિયામાં તેમના નિશ્ચય અને વિશ્વાસને સ્વીકારીને સમર્પિત કરી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.