ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 18, 2024 7:26 પી એમ(PM)

printer

જમ્મુ-કાશ્મીરમાં સલામતી દળોએ આજે પૂંછ જિલ્લામાં આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા એક વ્યક્તિને પકડી પાડ્યો છે

જમ્મુ-કાશ્મીરમાં સલામતી દળોએ આજે પૂંછ જિલ્લામાં આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા એક વ્યક્તિને પકડી પાડ્યો છે.પોલીસે શંકાસ્પદ પાસેથી ચાર ગ્રેનેડ કબજે કર્યાની પુષ્ટિ કરી છે. આ ધરપકડ સરહદી જિલ્લામાં તાજેતરમાં થયેલી આતંકી ઘટનાઓને ઉકેલવામાં મોટી સફળતા સાબિત થઈ શકે છે. આ વ્યક્તિ તાજેતરમાં પૂંછ શહેર અને સુરનકૉટ શહેરમાં થયેલા 2થી 3 ગ્રેનેડ હુમલામાં જોડાયેલો હોવાની પૂંછ પોલીસને આશંકાછે. આ વિસ્તારમાં થયેલા હુમલા બાદ સલામતી ઉકેલ અને તપાસ અભિયાન વધારવામાં આવ્યું હતું. શંકાસ્પદ પાસેથી મહત્વના પુરાવા મળ્યા છે અને હુમલા સાથે સંબંધિત કોઈ પણઅન્ય આતંકી જોડાણને જાણવા માટેની તપાસ ચાલી રહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.