જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાશે. ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા 20મી ઑગસ્ટે શરૂ થશે. જ્યારે 4 ઑક્ટોબરે પરિણામ જાહેર થશે. જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં કુલ 90 બેઠક છે.
પહેલા તબક્કા અંતર્ગત 24 બેઠક માટે 18 સપ્ટેમ્બરે પુલવામા, અનંતનાગ, શોપિયાં, કુલગામ, રામબન, કિશ્તવાડ અને ડોડા જિલ્લામાં ચૂંટણી યોજાશે. જ્યારે બીજા તબક્કા અંતર્ગત ગાંદરબલ, શ્રીનગર, બડગામ, પુંછ, રિયાસી અને રાજૌરી જિલ્લામાં 25 સપ્ટેમ્બરે મતદાન થશે. છેલ્લા તબક્કામાં 40 બેઠક માટે બાંદીપોરા, કુપવાડા, બારામૂલા, ઉધમપુર, જમ્મુ, સાંબા અને કઠુઆ જિલ્લામાં પહેલી ઑક્ટોબર મતદાન થશે.
આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી, કૉંગ્રેસ, નેશનલ કૉન્ફરન્સ, પીડીપી, ડેમોક્રેટિક પ્રૉગ્રેસિવ આઝાદ પાર્ટી અને સીપીઆઈએમ પાર્ટી સહિતના તમામ રાજકીય દળ તેમ જ સામાન્ય લોકોએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. જમ્મુ-કાશ્મીરમાં 90 વિધાનસભા બેઠકમાંથી 74 સામાન્ય વર્ગ, સાત અનુસૂચિત જાતિ અને નવ અનુસૂચિત જનજાતિ માટે અનામત છે.
Site Admin | ઓગસ્ટ 17, 2024 2:30 પી એમ(PM)
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાશે
