જમ્મુ કાશ્મીરમાં, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આજે કિશ્તવાડના ચાશોટી ગામની મુલાકાત લીધી હતી જેથી પૂરથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરી શકાય. આકાશવાણી જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ રાહત અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી રહેલા એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ મુખ્યમંત્રીને બચાવ કામગીરી વિશે માહિતી આપી હતી.
મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી સહાયની જાહેરાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતુંકે મૃતકોના પરિવારોને 2 લાખરૂપિયા, ગંભીર રીતે ઘાયલ થયેલા લોકો માટે 1 લાખ રૂપિયા અને નાની ઇજાઓ માટે 50 હજાર રૂપિયા આપવામાં આવશે. ક્ષતિગ્રસ્ત માળખા માટે વળતર ગંભીરતાના આધારે 25 હજારથી 1 લાખ રૂપિયા સુધીની છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, ટ્રાન્સપોર્ટ કમિશનર વિશેષ મહાજને માહિતી આપી હતી કે યાત્રાળુઓ સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચે અને જરૂરી સહાય મળે તે સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓ ચોવીસ કલાક કામ કરી રહ્યા છે.
Site Admin | ઓગસ્ટ 16, 2025 7:41 પી એમ(PM)
જમ્મુ કાશ્મીરમાં, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આજે કિશ્તવાડના ચાશોટી ગામની મુલાકાત લઇને સહાયની જાહેરાત
