કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓની સુરક્ષા માટે ભૂતપૂર્વ સૈનિકોની નિમણૂકને મંજૂરી આપવામાં આવી છે. આ દરખાસ્ત જમ્મુ કાશ્મીર સૈનિક કલ્યાણ બોર્ડ દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ માટે ચાર હજાર ભૂતપૂર્વ સૈનિકો સ્વયંસેવકોની ઓળખ કરવામાં આવી છે. તેમાંથી 435 પાસે લાઇસન્સ પ્રાપ્ત શસ્ત્રો પણ છે. આ ભૂતપૂર્વ સૈનિકો રાજ્યના તમામ
20 જિલ્લાઓમાં પાવર સેન્ટરો, પુલો, સરકારી મથકો અને અન્ય સંવેદનશીલ મથકોની સુરક્ષામાં તૈનાત કરવામાં આવશે.
Site Admin | મે 18, 2025 2:01 પી એમ(PM)
જમ્મુ કાશ્મીરમાં મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓની સુરક્ષા માટે ભૂતપૂર્વ સૈનિકોની નિમણૂકને મંજૂરી