જમ્મુ અને કાશ્મીરમાં, છેલ્લા 24 કલાકથી સતત વરસાદને કારણે પૂરની સ્થિતી સર્જાઈ, વરસાદના કારણે 10 લોકોના મોતના અહેવાલ છે.પૂરની સ્થિતિને જોતાં માતા વૈષ્ણો દેવી મંદિરની યાત્રા સ્થગિત કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે ત્રિકુટા પર્વતોની ટોચ પર મંદિર તરફ જતા માર્ગ પર ભૂસ્ખલનને કારણે છ લોકો માર્યા ગયા છે અને 18 અન્ય ઘાયલ થયા છે. હિમકોટી માર્ગ પણ બંધ કરવામાં આવ્યો છે. ડોડા જિલ્લામાં પણ ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે.જમ્મુ ક્ષેત્રના કેટલાક વિસ્તારોમાં વીજળી પુરવઠો અને ઇન્ટરનેટ સેવાઓ ખોરવાઈ ગઈ હોવાના અહેવાલ છે. કટોકટી સેવાઓ સિવાય તમામ સરકારી કચેરીઓ આવતીકાલે બંધ રહેશે. દરમિયાન, અસરગ્રસ્ત જિલ્લાઓમાં બચાવ કામગીરી અને પૂર સંરક્ષણમાં સામેલ સરકારી અધિકારીઓની રજા રદ કરવામાં આવી છે. અધિકારીઓએ હેલ્પલાઇન નંબર જારી કર્યા છે અને તમામ વિભાગોને સૂચના આપી છે.તાવી, ચિનાબ, નેરુ અને કાલનાઈ જેવી મુખ્ય નદીઓમાં પાણીનું સ્તર વધી ગયું છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.
Site Admin | ઓગસ્ટ 27, 2025 8:48 એ એમ (AM)
જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદના કારણે 10 ના મોત – માતા વૈષ્ણો દેવી મંદિરની યાત્રા સ્થગિત કરાઇ
