જમ્મુ કાશ્મીરમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હોવાના અહેવાલ છે.ગઈકાલે સાંજે પૂંચ જિલ્લામાં નિયંત્રણ રેખાના સંવેદનશીલ વિસ્તારો અને સાંબા જિલ્લામાં પાકિસ્તાની ડ્રોન દેખાતા સુરક્ષા દળો સતર્ક થયા હતા.
આકાશવાણી જમ્મુના સંવાદદાતાના અહેવાલ મુજબ પ્રથમ પૂંચ જિલ્લામાં દિગવાર સેક્ટર પર એક ડ્રોન ફરતું જોવા મળ્યું હતું જેના જવાબમાં સેનાના જવાનોએ ગોળીબાર કર્યો હતો. દરમિયાન, સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ત્યારબાદ રામગઢ સેક્ટરમાં શંકાસ્પદ ડ્રોનની હિલચાલ દેખાઈ હતી. કોઈપણ સંભવિત ખતરાને રોકવા માટે સુરક્ષા દળોને તાત્કાલિક હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા હતા. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
Site Admin | જાન્યુઆરી 16, 2026 1:56 પી એમ(PM)
જમ્મુ કાશ્મીરમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની ડ્રોન જોવા મળતા સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી.