જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ગઈકાલે રાત્રે સરહદ પાર કરીને આવેલા અનેક પાકિસ્તાની ડ્રોન પર સેનાએ ગોળીબાર કર્યો. ગઈકાલે સાંજે રાજૌરી જિલ્લાના ચિંગુસ વિસ્તારમાં ડુંગા ગાલા ખાતે પાકિસ્તાની ડ્રોન ભારતીય ક્ષેત્રમાં ઘૂસી ગયા હતા. માંજાકોટમાં થોડા સમય માટે દેખાયા બાદ, ભારતીય સેનાએ વળતો જવાબ આપતા આ ડ્રોન પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં પાછા ફર્યા હતા.
Site Admin | જાન્યુઆરી 14, 2026 2:29 પી એમ(PM)
જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા ઉપર ગતરાત્રે દેખાયેલા પાકિસ્તાનના ડ્રોનને ભારતીય સેનાએ ગોળીબાર કરીને પાછા ધકેલ્યા.