જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ખેલો ઇન્ડિયા વૉટર સ્પૉર્ટ્સ ફૅસ્ટિવલમાં ગઈકાલે 17 વર્ષના મોહસિન અલીએ પહેલો સુવર્ણ ચંદ્રક જીત્યો છે. હાલ ઝીલમાં શિકારા એટલે કે, પાણી પર તરતી નાની હૉટેલ ચલાવતા મોહસિન અલીએ એક હજાર મીટર કાયાકિંગ સ્પર્ધામાં ચાર મિનિટ, 12.41 સૅકન્ડનો સમય લઈ ઓડિશા અને મધ્યપ્રદેશના સ્પર્ધકોને મ્હાત આપી.
જ્યારે ઉત્તરપ્રદેશના વિશાલ કુમારે પુરુષોની એક હજાર મીટર કેનો સિંગલ્સમાં ચાર મિનિટ 3.59 સૅકન્ડનો સમય લઈ સુવર્ણ ચંદ્રક જીત્યો. મહિલાઓની 200 મીટર કૅનો સિંગલ્સ સ્પર્ધામાં ઓડિશાનાં રસ્મિતા સાહૂએ 53.59 સૅકન્ડનો સમય લઈ સુવર્ણ ચંદ્રક જીત્યો. તેઓ કેરળ અને મધ્યપ્રદેશના ખેલાડીઓથી સામાન્ય અંતરથી આગળ રહ્યા.
Site Admin | ઓગસ્ટ 22, 2025 2:09 પી એમ(PM)
જમ્મુ-કાશ્મીરમાં ખેલો ઇન્ડિયા વૉટર સ્પૉર્ટ્સ ફૅસ્ટિવલમાં મોહસિન અલીએ પહેલો સુવર્ણ ચંદ્રક જીત્યો.
