ઓક્ટોબર 8, 2025 1:36 પી એમ(PM)

printer

જમ્મુ કાશ્મીરમાં ખરાબ હવામાન ને કારણે સતત 3 દિવસથી સ્થગિત રહેલી માતા વૈષ્ણોવદેવી યાત્રા ફરીથી શરૂ.

જમ્મુ કાશ્મીરમાં ખરાબ હવામાન ને કારણે સતત 3 દિવસ થી સ્થ્યગીત રહેલી શ્રી માતા વૈષ્ણોવદેવી યાત્રા ફરીથી શરૂ કરવામાં આવી છે.
અમારા જમ્મુના સંવાદદાતા અહેવાલ આપે છે કે, ભારે વરસાદ અને ત્રિકુટા પર્વતીય વિસ્તારમાં ભૂસ્ખલનની આશંકાને કારણે તરત પવિત્ર ગુફાની આ યાત્રા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવામાનમાં સુધારો થતાં તમામ સુરક્ષાના પગલાને ધ્યાને લઈ આ યાત્રા ફરી શરૂ કરી દેવામાં આવી છે.
શ્રાઇન બોર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે યાત્રા સરળતાથી ફરી શરૂ થઈ ગઈ છે અને યાત્રાળુઓને મંદિરમાં જવાની મંજૂરી આપવામાં આવી રહી છે. અધિકારીઓ યાત્રાળુઓને સત્તાવાર ચેનલો દ્વારા અપડેટ રહેવા અને તેમની યાત્રા દરમિયાન સલામતી સલાહનું પાલન કરવા વિનંતી કરી રહ્યા છે.