ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 18, 2024 2:09 પી એમ(PM)

printer

જમ્મુ-કાશ્મીરમાં ઉત્તરી કમાનના લેફ્ટનન્ટ જનરલ એમ. વી. સૂચિન્દ્ર કુમારે કાશ્મીર ખીણમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી

જમ્મુ-કાશ્મીરમાં ઉત્તરી કમાનના લેફ્ટનન્ટ જનરલ એમ. વી. સૂચિન્દ્ર કુમારે કાશ્મીર ખીણમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી છે. દરમિયાન તેમણે વર્તમાન સુરક્ષા વ્યવસ્થા અને અમરનાથજી યાત્રા માટે સેનાની તૈયારી અંગે પણ માહિતી મેળવી હતી.

લેફ્ટનન્ટ જનરલ સૂચિન્દ્રએ આયોજન કરવા, સાહસ અને અભિયાનોમાં નોંધપાત્ર ભૂમિકા નિભાવનારા સૈનિકોને પણ સન્માનિત કર્યા હતા. તેમણે તાલીમ, ખાનગી નેટવર્કને મજબૂત બનાવવા અને અભિયાનોમાં નવી તકનીકને સામેલ કરવા પર ભાર મૂક્યો હતો.

જમ્મુ-કાશ્મીર પોલીસના વિશેષ મહાનિદેશક નલિન પ્રભાતે સેના કમાન્ડર સાથે મુલાકાત કરી સુરક્ષા સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.