જમ્મુ-કાશ્મીરમાં કુલગામ જિલ્લાના અખલ વન વિસ્તારમાં ચાલતા આતંકવાદ વિરોધી અભિયાનમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા સેનાના બે જવાન શહીદ થયા છે. ગયા શુક્રવારે શરૂ થયેલી આ અથડામણ સામેના અભિયાનનો આજે નવમો દિવસ છે. શ્રીનગરના ચિનાર કૉર્પ્સના સૈન્ય પ્રવક્તાએ સોશિયલ મીડિયા પર શહીદ જવાનો લાન્સનાયક પ્રિતપાલ સિંહ અને સિપાહી હરમિન્દર સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું, અથડામણ સ્થળ પર સલામત દળોના ઘેરા બાદ ગઈકાલ રાતથી જોરદાર વિસ્ફોટ અને વચ્ચે-વચ્ચે ગોળીબાર થતો રહ્યો. દુર્ગમ જંગલોમાં ડ્રૉનથી દેખરેખ અને વધારાના સુરક્ષા દળ તહેનાત કરાયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ત્રણ અજાણ્યા આતંકવાદીઓને ઠાર કરાયા છે.
Site Admin | ઓગસ્ટ 9, 2025 5:00 પી એમ(PM)
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી અભિયાનમાં બે જવાન શહીદ.
