જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલી અમરનાથ યાત્રામાં અત્યાર સુધીમાં ત્રણ લાખ 77 હજારથી વધુ યાત્રાળુઓએ ભાગ લીધો છે. શ્રીનગરમાં દશનામી અખાડા બિલ્ડીંગમાં શ્રી અમરેશ્વર મંદિરમાં ગઈકાલે “છડી સ્થાપના” સમારોહ યોજાયો. હવે આવતીકાલે નાગપંચમીએ મંદિરમાં છડી પૂજા કરવામાં આવશે. જ્યારે છડી મુબારકની અંતિમ યાત્રા ચોથી ઑગસ્ટે પવિત્ર ગુફા મંદિર તરફ શરૂ થશે.
ઉલ્લેખનીય છે કે, છડી મુબારક પરંપરાગત રીતે શ્રીનગર શહેરના બુધશાહ ચોક વિસ્તારમાં આવેલા દશનામી અખાડા બિલ્ડીંગમાં અમરેશ્વર મંદિરમાં રાખવામાં આવે છે.
Site Admin | જુલાઇ 28, 2025 2:20 પી એમ(PM)
જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રામાં અત્યાર સુધી ત્રણ લાખ 77 હજાર યાત્રાળુઓએ ભાગ લીધો.
