જમ્મુ કાશ્મીરની કેન્દ્રશાસિત પ્રદેશ સરકારે આજે નવા નિયુક્ત મંત્રીઓને પોર્ટફોલિયોની ફાળવણી કરી છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે, રાજભવન ખાતેથી પ્રસિધ્ધ કરવામાં આવેલી યાદીમાં ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ રાજયનાં વહીવટીતંત્રમાં વિવિધ મંત્રીઓને જવાબદારી સોંપી છે. નાયબ મુખ્યમંત્રી સુરિન્દરકુમાર ચૌધરીને જાહેર બાંધકામ, ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગ તથા સકીના મસુદને આરોગ્ય, શિક્ષણ અને સામાજિક કલ્યાણ વિભાગ ફાળવવામાં આવ્યો છે. જાવિદ અહમદ રાણાને જળશક્તિ, વન અને પર્યાવરણ, સતિશ શર્માને અન્નન, નાગરિક પુરવઠા વિભાગ સોંપવામાં આવ્યો છે.
Site Admin | ઓક્ટોબર 18, 2024 3:52 પી એમ(PM)
જમ્મુ કાશ્મીરની કેન્દ્રશાસિત પ્રદેશ સરકારે આજે નવા નિયુક્ત મંત્રીઓને પોર્ટફોલિયોની ફાળવણી કરી છે
