ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 27, 2025 2:19 પી એમ(PM)

printer

જમ્મુ કાશ્મીરના વૈષ્ણોદેવી મંદિર તરફના માર્ગ પર ભૂસ્ખલન થતાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા.

જમ્મુ અને કાશ્મીરના કટરા ખાતે વૈષ્ણોદેવી મંદિર તરફ જતા માર્ગ પર ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે.
ગઈકાલે ભારે વરસાદને કારણે વૈષ્ણોદેવી મંદિર કટરા નજીક ભૂસ્ખલન થયું હોવાની એસએસપી રિયાસી પરમવીર સિંહે મૃત્યુની પુષ્ટિ કરી હતી.
સતત વરસાદને પગલે, સીઆરપીએફની છઠ્ઠી બટાલિયનના જવાનોએ ઝડપથી કાર્યવાહી કરી, બચાવ કામગીરી શરૂ કરી અને ઘાયલોને કટરા સ્થિત સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (સીએચસી)માં ખસેડ્યા. ટીમે ફસાયેલા યાત્રાળુઓને પણ મદદ કરી અને આવશ્યક તબીબી અને લોજિસ્ટિકલ સહાય પૂરી પાડી. કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે જમ્મુમાં તાવી નદીનું સ્તર ઘટ્યું છે, પરંતુ ચિનાબ નદી ભયના નિશાનની નજીક વહેતી રહે છે. તેમણે કહ્યું કે, શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે, અને સામાન્ય લોકોને તેમની સલામતી માટે બિનજરૂરી અવરજવરથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. મંત્રીએ માહિતી આપી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને અપડેટ્સ મેળવી રહ્યા છે.
ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને અધિકારીઓને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સહાય પૂરી પાડવા નિર્દેશ આપ્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા પ્રત્યે સંવેદના વ્યકત કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.