જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આતંકવાદથી પ્રભાવિત પરિવારોને સહાય માટે વેબ પોર્ટલ શરૂ કર્યું છે.આ પહેલ કેન્દ્રશાસિત પ્રદેશમાં આતંકવાદથી પીડિત લોકોને રાહત અને અન્ય પ્રકારની સહાય પૂરી પાડવાની પ્રક્રિયાને સુવ્યવસ્થિત અને ઝડપી બનાવશે.ગઈકાલે શરૂ કરવામાં આવેલા આ પોર્ટલમાં જિલ્લાવાર ડેટાને કેન્દ્રિત કરી, રાહત પ્રયાસોને ટ્રેક કરાશે. આ પહેલનો ઉદ્દેશ્ય નાણાકીય સહાય, એક્સ-ગ્રેશિયા વળતર અને રોજગાર અપાવવાનો છે. લેફ્ટનન્ટ ગવર્નર નિવારણ પ્રક્રિયાનું વ્યક્તિગત રીતે નિરીક્ષણ કરશે, પારદર્શિતા અને સમયસર સહાય પર ભાર મુકાશે.પીડિતોની મિલકતો પર કરાયેલા અતિક્રમણ પણ નોંધવામાં આવશે. વણઉકેલાયેલા અથવા બાકી દાવાઓ માટે ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર જમ્મુ (0191-24 78 995) અને કાશ્મીર (0194-24 87 777) ની સેવા શરૂ કરવામાં આવી છે.
Site Admin | જુલાઇ 23, 2025 9:10 એ એમ (AM)
જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આતંકવાદથી પ્રભાવિત પરિવારોને સહાય માટે વેબ પોર્ટલ શરૂ કર્યું
