જમ્મુ-કાશ્મીરના રામબનમાં વાદળ ફાટવાને કારણે ભૂસ્ખલનની ઘટના બની છે, જેમાં ગુજરાતના ગાંધીનગર અને બનાસકાંઠાના પ્રવાસીઓ ફસાયા હોવાની માહિતી મળતા જ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પોલીસને જરૂરી પગલાં લેવા સૂચના આપી છે.રાજ્ય પોલીસે તાત્કાલિક જમ્મુ-કાશ્મીર પોલીસ કંટ્રોલ રૂમ અને રામબન એસ.એસ.પી. સાથે સંપર્ક કરી પ્રવાસીઓની માહિતી મેળવી છે. સ્થાનિક સ્તરેથી મળેલી માહિતી અનુસાર તમામ ગુજરાતી પ્રવાસીઓ સુરક્ષિત છે.પ્રવાસીઓ માટે જમવા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.ગુજરાત પોલીસ સેન્ટ્રલ આઈ.બી. સહિત જમ્મુ-કાશ્મીર પ્રશાસન સાથે સતત સંપર્કમાં છે.ગુજરાત સરકાર અને પોલીસે તાત્કાલિક જમ્મુ કાશ્મીર પ્રશાસનના સંપર્કમાં રહી ગુજરાતના પ્રવાસીઓની સલામતી સુનિશ્ચિત કરી રહી હોવાનું ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
Site Admin | એપ્રિલ 21, 2025 9:53 એ એમ (AM)
જમ્મુ – કાશ્મીરના રામબનમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓને સલામત રીતે પરત લાવવા રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો
