જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં ભાવનગરના પિતા-પુત્રનું મોત નીપજ્યું છે. જ્યારે એક પ્રવાસી ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોના મૃતદેહ અને ઈજાગ્રસ્ત તેમ જ જિલ્લાના 17 નાગરિકોને પરત લાવવા વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર ભાવનગરના પ્રવાસીઓ સાથે સતત સંપર્કમાં છે તેમ જિલ્લા કલેક્ટર ડૉક્ટર મનીષ કુમાર બંસલે જણાવ્યું હતું.
બીજી તરફ, આ આતંકી હુમલામાં સુરતના એક વ્યક્તિનું પણ મોત નીપજ્યું છે. તેમના મૃતદેહને અને તેમના પરિવારને આજે સાંજ સુધીમાં સુરત પરત લાવવામાં આવશે તેમ અધિક કલેક્ટર વિજય રબારીએ જણાવ્યું હતું.