જમ્મુ અને કાશ્મીરમાં, કિશ્તવાડ જિલ્લામાં વાદળ ફાટવાથી પ્રભાવિત ચિસોટી ગામમાં રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં સેના, NDRF, SDRF, પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર તૈનાત છે. જમ્મુ અને ઉધમપુરમાં બે Mi-17 હેલિકોપ્ટર અને એક એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટરને તૈનાત રાખવામાં આવ્યા છે. વાદળ ફાટવાથી આવેલા અચાનક પૂરમાં 60 લોકો માર્યા ગયા, 100 થી વધુ ઘાયલ થયા જ્યારે અનેક લોકો ગુમ થયા.
મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આજે ચિસોટીની મુલાકાત લીધી અને અચાનક પૂરથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કર્યું. અગાઉ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને ઉપ-રાજ્યપાલ મનોજ સિંહા સાથે પણ વાત કરી હતી, અને તેમને કેન્દ્ર તરફથી શક્ય તમામ સહાયની ખાતરી આપી હતી.
Site Admin | ઓગસ્ટ 16, 2025 2:16 પી એમ(PM)
જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં
