જમ્મુ–કાશ્મીરમાં જમ્મુ વિભાગના કઠુઆ જિલ્લામાં એક દૂરના ગામમાં ધોધમાર વરસાદના કારણે સર્જાયેલી ઘટનામાં સાત લોકોના મોત થયા છે. જ્યારે છ લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે.
આ ઘટના શનિવાર અને રવિવારે મધરાત્રે રાજબાગના જોડ ઘાટી ગામમાં સર્જાઈ છે. ઘણી મુશ્કેલીઓ બાદ જમ્મુ-કાશ્મીર પોલીસ અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ- SDRFની સંયુક્ત ટુકડી ઘટનાસ્થળે પહોંચી છે. તેમણે સ્થાનિક સ્વયંસેવકો સાથે બચાવ અભિયાન હાથ ધર્યું. અધિકારીઓએ અત્યાર સુધી સાત મૃતદેહ મળ્યા હોવાની પુષ્ટિ કરી છે. જ્યારે છ ઇજાગ્રસ્તને હૉસ્પિટલ પહોંચાડાયા છે.
દરમિયાન કઠુઆ ક્ષેત્રના બાગડ અને ચાંગદા ગામની સાથે-સાથે લખનપુર ક્ષેત્રની દિલવાન-હુતલીમાં પણ ભૂસ્ખલન થયાના અહેવાલ છે. જોકે, ત્યાં કોઈ મોટું નુકસાન થયું નથી. ભારે વરસાદને કારણે સમગ્ર ક્ષેત્રમાં પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે અને ઉઝ નદી ભયજનક સપાટીની નજીક વહી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થાનિકોને જળાશયોથી દૂર રહેવાનો આગ્રહ કરાયો છે.
Site Admin | ઓગસ્ટ 17, 2025 3:36 પી એમ(PM)
જમ્મુ–કાશ્મીરના કઠુઆ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે સર્જાયેલી ઘટનામાં 7 લોકોના મોત.
