જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું, આજે ભારત પોતાને વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર કહેવામાં ગૌરવ અનુભવે છે. તેની પાછળ સરદાર પટેલના આદર્શ અને તેમના લક્ષ્યાંકની સૌથી મોટી તાકાત રહેલી છે. તેમણે લોખંડી પુરુષ સરદાર પટેલને ભારતના આત્મવિશ્વાસ, સ્વાભિમાન, પરાક્રમ અને પુરુષાર્થ ગણાવ્યા. વડોદરાના મેનપુરા ખાતે પહોંચેલી સરદાર ઍટ 150 એકતા પદયાત્રા દરમિયાન સરદાર ગાથા કાર્યક્રમને સંબોધતા શ્રી સિન્હાએ કહ્યું, સરદાર પટેલ ન હોત તો કદાચ ભારતનો ભૂગોળ ખંડિત થઈ ગયો હોત.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૅબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર, ત્રિકમ છાંગા સહિત ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | ડિસેમ્બર 1, 2025 7:47 પી એમ(PM)
જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું, ભારતને વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર બનાવવામાં સરદાર પટેલના આદર્શ મહત્વના – સરદાર એકતા યાત્રા વડોદરાના મેનપુરા પહોંચી.