ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 28, 2024 2:18 પી એમ(PM)

printer

જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં લશ્કરના વાહન ઉપર આતંકવાદીઓએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાના અહેવાલ છે

જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં લશ્કરના વાહન ઉપર આતંકવાદીઓએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાના અહેવાલ છે.
અમારા જમ્મુના સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે સુરક્ષા દળો હાલમાં અખનૂર સેક્ટરના બટ્ટલ વિસ્તારમાં મોટા પાયે તપાસ અભિયાન ચલાવી રહ્યા છે. આ વિસ્તારમાં ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ હોવાની જાણ ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી.
પોલીસ અને લશ્કરે ગામ અને આસપાસના વિસ્તારોને ઘેરી લીધા છે અને સરહદપારથી ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓને શોધી કાઢવા માટે તપાસ ચાલી રહી છે. દરમિયાન, આ વિસ્તારમાં વધુ સૈન્ય મોકલવામાં આવ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.