જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં આજે એક માર્ગ અકસ્માતમાં દસ જવાનોએ પોતાના જીવ ગુમાવ્યા અને અન્ય 11 ઘાયલ થયા. ભાદરવાહ-ચંબા આંતરરાજ્ય માર્ગ પર નવ હજાર ફૂટ ઊંચી ખન્ની ટોચ પર સેનાનો એક ટ્રક લપસી જતાં ઊંડી ખીણમાં ખાબક્યો. સેના અને પોલીસ દ્વારા તાત્કાલિક સંયુક્ત બચાવ કામગીરી શરૂ કરવામાં આવી.
ચાર સૈનિકો ઘટનાસ્થળે જ મૃત હાલતમાં મળી આવ્યા બાદમાં અન્ય છ સૈનિકોનું પણ મોત નીપજ્યું હતું. ઘાયલ સૈનિકમાંથી એક ભાદરવાહ સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દેખરેખ હેઠળ છે જ્યારે 10 સૈનિકોને ખાસ સારવાર માટે ઉધમપુર કમાન્ડ હોસ્પિટલમાં એરલિફ્ટ કરાયા. ઉપરાજ્યપાલ મનોજ સિન્હા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો.
Site Admin | જાન્યુઆરી 22, 2026 7:56 પી એમ(PM)
જમ્મુ કશ્મીરના ડોડામાં ટ્રક ખીણમાં ખાબકતા દસ જવાનોના મોત