જમ્મુ અને કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી સુરિન્દર કુમાર સિંહ ચૌધરીએ કહ્યું છે કે સરકાર યુવાનોમાં રહેલા તકનીકી કૌશલ્યોને પ્રોત્સાહિત કરવા પ્રતિબઘ્ધ છે. વાઇબ્રન્ટ ઇકોસિસ્ટમ બનાવીને વિવિધ યુવાનોની પહેલોને ઉજાગર કરીને યુવાનોને આર્થિક રીતે પગભર કરાશે. કૌશલ્યસભર યુવાનો આવક પેદા કરતા એકમો સ્થાપી શકે અને નોકરીઓનું સર્જન કરી શકે તે માટે સરકાર તમામ સહાય કરશે. નાયબ મુખ્યમંત્રીએ આજે હેરિટેજ ક્રાફ્ટના પ્રતિનિયુક્ત થયેલા પ્રશિક્ષકોની સાથે વાતચીત કરી હતી. શ્રી. ચૌધરીએ પ્રતિનિયુક્ત થયેલા તમામને ખાતરી આપી હતી કે તેમના દ્વારા રજૂ કરાયેલા તમામ મુદ્દાઓનું સમયબદ્ધ રીતે નિરાકરણ લવાશે.તેમણે કહ્યું કે બેરોજગારી દૂર કરવા સરકાર સ્ટાર્ટઅપ કાર્યક્રમો અને સ્વ-રોજગાર પેદા કરતી યોજનાઓ હાથ ધરવા માટે પ્રતિબદ્ધ છે.
Site Admin | ઓક્ટોબર 22, 2024 6:51 પી એમ(PM)
જમ્મુ અને કાશ્મીર સરકાર યુવાનોમાં રહેલા તકનીકી કૌશલ્યોને પ્રોત્સાહિત કરવા પ્રતિબઘ્ધ :જમ્મુ અને કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી સુરિન્દર કુમાર સિંહ ચૌધરી
