જમ્મુ અને કાશ્મીર સરકારે આજથી જમ્મુ અને કાશ્મીર વિભાગના બિન-સરહદી જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજો ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે. શિક્ષણ મંત્રી સકીના ઇટુએ સોશિયલ મીડિયા પોસ્ટમાં આ જાહેરાત કરી. સરહદ પારથી ગોળીબારની તાજેતરની ઘટનાઓ બાદ પરિસ્થિતિની વ્યાપક સમીક્ષા કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષા માટે સાવચેતીના પગલા તરીકે સરહદી વિસ્તારોમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે.
Site Admin | મે 13, 2025 8:53 એ એમ (AM)
જમ્મુ અને કાશ્મીર સરકારે આજથી જમ્મુ અને કાશ્મીર વિભાગના બિન-સરહદી જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજો ફરીથી ખોલવાનો નિર્ણય લીધો