જમ્મુ અને કાશ્મીર સરકારે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટેના પછાત વર્ગના પંચની કામગીરીની મુદત વધારીને 28 ફેબ્રુઆરી 2025 કરી છે. આ પંચની મુદત ગત 31મી ડિસેમ્બર 2024ના રોજ પૂરી થઈ હતી. સૂચિત પંચ ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં પોતાનો અહેવાલ રજૂ કરે તેવી સંભાવના છે. આ અહેવાલ મળતાં જ સંબંધિત પેનલની રચના કરાશે, અને જમ્મુ – કાશ્મીરમાં નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીનો માર્ગ મોકળો થશે.
Site Admin | ફેબ્રુવારી 15, 2025 8:03 પી એમ(PM)
જમ્મુ અને કાશ્મીર સરકારે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટેના પછાત વર્ગના પંચની કામગીરીની મુદત વધારીને 28 ફેબ્રુઆરી 2025 કરી છે
