જમ્મુ અને કાશ્મીર વિધાનસભાએ આજે કેન્દ્રશાસિત પ્રદેશ માટે વિશેષ દરજ્જો અને બંધારણીય બાંયેધરી માંગ કરતો ઠરાવ પસાર કર્યો હતો.
નાયબ મુખ્યમંત્રી સુરેન્દ્ર કુમાર ચૌધરીએ પ્રસ્તાવ રજૂ કર્યો, જેનો ઉદ્દેશ્ય જમ્મુ અને કાશ્મીરની ઓળખ, સંસ્કૃતિ અને અધિકારોનું રક્ષણ કરવાનો છે. પ્રસ્તાવમાં કેન્દ્ર સરકારને જમ્મુ-કાશ્મીરના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે વાતચીત શરૂ કરવા અને વિશેષ દરજ્જાની પુનઃસ્થાપના માટે બંધારણીય વ્યવસ્થા કરવા વિનંતી કરવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટીના સુનિલ શર્માની આગેવાની હેઠળના વિપક્ષે વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આ પ્રસ્તાવ ગૃહના કામકાજમાં સામેલ નથી. હોબાળા વચ્ચે સ્પીકરે દરખાસ્ત પર સામૂહિક ધ્વનિ મત લીધો અને પ્રસ્તાવ પસાર કર્યો.
પાંચમી ઓગસ્ટ, 2019ના રોજ, સંસદે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી 370 કલમ નાબૂદ કરી હતી.
Site Admin | નવેમ્બર 6, 2024 2:23 પી એમ(PM)
જમ્મુ અને કાશ્મીર વિધાનસભાએ આજે કેન્દ્રશાસિત પ્રદેશ માટે વિશેષ દરજ્જો અને બંધારણીય બાંયેધરી માંગ કરતો ઠરાવ પસાર કર્યો
